આજે સાંજે 5 વાગે મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા તાલુકામાં ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે ખેડબ્રહ્માના તમામ મતદાન મથકો પર ખાસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવાર થી જ BLO એ તેમના મતદાન મથકો પર ઉપસ્થિત રહી કામગીરી હાથ ધરી હતી.