મહુધા: ડોક્ટર હોવાની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરતુ દંપતિ ઝડપાયુ,મહુધા પોલીસે 57 જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો
Mahudha, Kheda | Nov 11, 2025 મહુધા તાલુકાના ચુણેલ ગામે એક દંપતિ સાથે છેતરપિંડી કરી હતી.ડોક્ટર હોવાની ઓળખ આપી તમારા ગામમાં દવાખાનું ખોલવાના છીએ અને તમારા પડોશમાં ભાડે રહેવા આવવાના છીએ.તેમ જણાવી દવા મંગાવી હોવાથી રૂપિયા જોઈએ છે.બપોરે તમને પાછા આપીશ તેમ જણાવી પચાસ હજાર રૂપિયા લઈ ગાડીમાં જતા રહી છેતરપિંડી કરી હતી.જે મામલે ભોગ બનનારે મહુધા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.જેને લઈ મહુધા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી દંપતી હિતેશપુરી ગોસ્વામી અને દક્ષાબેનને ગાડી સાથે ઝડપી પાડ્યા હતા