ભિલોડા: ભિલોડામાં સેવા પખવાડિયા અંતર્ગત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.
સેવા પખવાડિયા કાર્યક્રમના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા અરવલ્લી જિલ્લાના ભિલોડા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો.આ પ્રસંગે ભિલોડા-મેઘરજ ધારાસભ્ય પી.સી.બરંડા,ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ મનોજભાઈ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નિનામા સહિત જિલ્લા તથા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.રક્તદાન દ્વારા માનવ સેવા કરવાની ભાવનાને બળ આપતા આ કાર્યક્રમને લોકસમર્થન મળ્યું હતું.