પાલીતાણા: તળાજા રોડ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતને હરાજીમાં નિયત કરેલ ભાવ ના મળતા ખેડૂતે હોબાળો કર્યો, કોંગ્રેસે યોગ્ય ભાવ અપાવ્યો
પાલીતાણા તળાજા રોડ માર્કેટિંગ યાર્ડમાં લીંબુની હરાજી યોજાય હતી જે હરાજીમાં ગળધોળ ગામના ખેડૂતને હરાજીમાં નક્કી કરેલ ભાવ વેપારીએ આપ્યો ના હતો અને ઓછો ભાવ આપતા ખેડૂતે હોબાળો કર્યો હતો જેને લઈને કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત પહોંચ્યા હતા અને વેપારી સાથે ભારે ઘર્ષણ બાદ યોગ્ય ભાવ ખેડૂતને અપાવ્યો હતો