સાગબારા: *નર્મદા જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે ૨ જી ઓકટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ કલાકે નાગરિક સંરક્ષણ અવે
આગામી તા, ૨ જી ઓકટોબર ૨૦૨૫ ના રોજ ગાંધી જયંતિ નિમિત્તે સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ કલાકે નર્મદા જિલ્લાના કલેક્ટર કચેરી, કોન્ફરન્સ હોલ ખાતે નાગરિક સંરક્ષણ અવેરનેસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ તાલીમમાં મુખ્યત્વે જિલ્લા ડૉક્ટરો, શિક્ષકો તથા વકીલોને તાલીમ માસ્ટર ટ્રેનરો તથા અન્ય ટ્રેનરો દ્વારા તાલીમ આપવામાં આવશે. જેમાં જિલ્લાની વિવિધ સંસ્થાઓમાંથી ૨૦ ડૉક્ટરો, ૨૦ શિક્ષકો અને ૨૦ વકીલો હાજરી આપશે.