હાલોલ: તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ થયેલા 6 મોબાઈલ ફોન શોધી અરજદારોને પરત કરતી હાલોલ ટાઉન પોલીસ
પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અંતર્ગત ટાઉન પોલીસ ઇન્સ્પેકટર આર.એ.જાડેજા નાઓએ મોબાઈલ ગુમ અરજીઓ આધારે મોબાઈલ શોધી કાઢવા સર્વેલન્સ ટીમના કર્મચારીઓને જરૂરી સુચનાઓના આધારે ટેકનીકલ માહિતી મેળવી મોબાઈલ નંગ 6 જેની કિ.1,12,696 રૂ.ના શોધી કાઢી અરજદારોને પરત સોંપવામા આવ્યા હતા.જેની માહિતી આજે મંગળવારના રોજ બપોરના 2.30 કલાકે પ્રેસનોટના માધ્યમથી હાલોલ ટાઉન પોલીસે આપી હતી.