થાનગઢ ખાતે પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર ખનન અને ખનિજ વહન સામે સતત કડક કાર્યવાહી ચાલી રહી છે. આજ રોજ વહેલી સવારે થાન મામલતદારની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોરથળા રોડ પરથી ગેરકાયદેસર ખનિજ ભરેલું એક ડમ્પર ઝડપી પાડવામાં આવ્યું. ઝડપાયેલ ડમ્પરની અંદાજિત કિંમત રૂપિયા 30 લાખ જેટલી હોવાનું જાણવા મળ્યું છે. મામલતદાર ટીમ દ્વારા ડમ્પરને જપ્ત કરી મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યું છે