મહારાષ્ટ્ર જલગાવ ખાતે મિસિંગ વિથ મર્ડર કેસમાં ફરાર બે આરોપીઓની ગણતરીના કલાકોમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે પુણા પાટીયા થી ધરપકડ કરી હતી.ભૂષણ ભાડુ પાટીલ અને દિનેશ ચૌધરીને ખાનગી લક્ઝરી બસમાંથી ઝડપી પાડ્યા હતા.જેની પૂછપરછમાં આરોપીઓએ નિલેશ કાસાર નું અપહરણ કરી હત્યા કરી હતી.જે બાદ લાશ સિરસોલી ના જંગલમાં આવેલ નદીના તટ પાસે ફેંકી ફરાર થઈ ગયા હતા.મૃતકે આરોપીઓ ના ક્લાઈન્ટ લઈ લીધા હતા.જેની અદાવતમાં હત્યા કર્યાની કબુલાત કરી હતી.