ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે 31મી ડિસેમ્બરની રાત્રે પડાણાના એપલ આર્કેડમાં દારૂની મહેફિલ માણતા સાત શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે. એસ.પી. સાગર બાગમારની સૂચના હેઠળ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઓફિસ નંબર 49માં દરોડો પાડી વિદેશી દારૂની બોટલ અને ગ્લાસ સાથે રવિંદ્ર ભંવરલાલ જાટ, નૈતાબસિંહ દોલતસિંહ યાદવ, રામવીર લટૂરામ યાદવ, છોટુ રાજનસિંહ યાદવ, બંસીધર ગજાનંદ ગુર્જર, જીતુ કમલલાલ કુશ્વાહા અને સંજય બાબુલાલ યાદવની ધરપકડ કરવામાં આવી હતી.