મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. મનીષા વકીલે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમિયાન વઢવાણ ખાતે પદ્મશ્રી લવજીભાઈ પરમારની અધ્યક્ષતા હેઠળની શ્રી આરાધ્યા ટાંગલિયા હાથવણાટ સહકારી મંડળી લી.ની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન, મંત્રીશ્રીએ પદ્મશ્રી લવજીભાઈ પરમારનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.