વલસાડ: તાલુકામાં ભર બપોરે વરસાદી માહોલ સર્જાયો
Valsad, Valsad | Oct 29, 2025 બુધવારના 2'30 કલાકે શરૂ થયેલા વરસાદની વિગત મુજબ હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી એક નવેમ્બર સુધી કરવામાં આવી છે. જેને લઇ અચાનક આજરોજ બપોરે ભર તડકામાં વરસાદી માહોલ જામ્યો છે. ભર તડકામાં અને ભર બપોરે વરસાદ પડતા લોકો આશ્ચર્યમાં મુકાયા હતા અચાનક વાતાવરણમાં પલટો આવતા ભર તડકામાં વરસાદ આવી પહોંચ્યો હતો. જો કે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે ધીમીધારે વરસાદી યથાવત છે.