જામનગરના ૩૩ વર્ષના નાયબ મામલતદારનું હદયરોગના હુમલાથી મૃત્યુ થતાં પરિવારજનો અને સરકારી કર્મચારીઓમાં આઘાત અને ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. તેઓ પરિવાર સાથે મહારાષ્ટ્ર ફરવા ગયા હતાં ત્યાં આવેલો હાર્ટએટેક જીવલેણ નિવડયો હતો. તેઓના નિધનથી પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.