વિરમગામ: વિરમગામની દુકાનમાંથી ₹4.90 લાખ ભરેલું પાકીટ ચોરી મામલે સોલા હાઇકોર્ટ પોલીસનો ભેદ ઉકેલ, એક આરોપી અને બે કિશોર ઝડપી
વિરમગામની દુકાનમાંથી ₹4.90 લાખ ભરેલું પાકીટ ચોરી મામલે સોલા હાઇકોર્ટ પોલીસનો ભેદ ઉકેલ, એક આરોપી અને બે કિશોર ઝડપી વિરમગામ શહેરમાં આવેલી એક દુકાનમાંથી રૂપિયા 4,90,000 રોકડ ભરાયેલું પાકીટ ચોરી થયાની ઘટનામાં સોલા હાઇકોર્ટ પોલીસએ ઝડપી કાર્યવાહી કરીને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે અમદાવાદમાંથી મુદ્દામાલ સાથે આરોપી સાહિલ કાળુજી ઠાકોરને ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળ કિશોરોને પણ ડિટેઈન કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વાર