પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને ગુજરાતભરના નોકરી વાછૂકો જોડે લાખોની છેતરપિંડી નો બનાવ સામે આવ્યો.બે ઠગબાજો ની અઠવા પોલીસે ધરપકડ કરી. આરોપીઓ બ્રિજ ઉર્ફે બ્રિજેશ પટેલ અને ભૂપેન્દ્ર શર્મા ની ધરપકડ કરી હતી.બે પૈકી બ્રિજેશ પટેલે અમદાવાદની આલ્ફા કોલેજમાંથી B.E.કોમ્પ્યુટર એન્જિયરિંગ નો અભ્યાસ કર્યો હતો.બ્રિજેશ ને એથિકલ હેકિંગ અને સોફ્ટવેર ડેવલોપિંગ નું જ્ઞાન છે.અમદાવાદ સ્થિત મિત્રની મદદથી પોસ્ટ વિભાગની નકલી વેબસાઈટ બનાવી હતી.