દહેગામ: દહેગામ ITI પાછળથી બિયરના 32 ટીન સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો
દહેગામ પોલીસને બાતમી મળી હતી કે દહેગામ ITI રોડ પાછળ એક ઇસમ વિદેશી દારૂનું વેચાણ કરે છે. જે બાતમીના પગલે પોલીસે હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા એક ઇસમ મળ્યો હતો. જેની તપાસ કરતા ઇસમ પાસેથી બિયરના 32 ટીન મળ્યા હતા. પોલીસે 4320નો મુદ્દામાલ કબ્જે કરી ઉમંગ કનુભાઈ ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.