બાવળા: પીરાણા ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાયો, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી હાજર રહ્યા
આજરોજ તા. 20/11/2025, ગુરૂવારે બપોરે 12 વાગે પીરાણા ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત્ત અમદાવાદ જિલ્લાના સહકારી સંઘના આગેવાનો સાથે સ્નેહ મિલન કાર્યક્રમ પૂર્વ ગૃહ મંત્રી અને આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના પ્રદેશ સંયોજક પ્રદીપસિંહ જાડેજાની ખાસ હાજરીમા યોજાયો હતો. જેમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુભાઇ પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઇ દાવડા, સહકારી ક્ષેત્રના આગેવાનો, ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.