મુધાનમાં સામાન્ય બાબતે મારામારી થતા ત્રણ વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ કરાઇ છે. ફરિયાદી હાલાજી દેવાજી જાડેજાના જણાવ્યા પ્રમાણે, ગામના જસુભા ભૂરાજી સોઢા, રામસંગજી ભૂરાજી સોઢા અને વાંકાજી ભુરાજી સોઢાએ ગાળો આપી ધકબુસટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.રસ્તા પરથી બાઈક નીકળવાની બાબતે ઉશ્કેરાઈને માર મારવામાં આવ્યો હતો.