વલ્લભીપુર: પચ્છેગામના ખેડૂતો દ્વારા દેવા માફ અંગે મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું
વલ્લભીપુર તાલુકામાં અપડેલા કમોસમી વરસાદે તારાજી સર્જી હતી, ખેડૂતોનો તૈયાર પાક કપાસ, મગફળી , એરંડા વરસાદમાં પલળી જતા ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો, સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં અવી છે , પરંતુ પચ્છેગામ ગામના ખેડૂતોની માંગ છે કે આ લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે , અને ખાતા પ્રમાણે વળતર નહિ સર્વે નંબર પ્રમાણે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઇ