ગોધરા: શહેરાના છોગાડા ગામ નજીક બાઇક સ્લીપ થતા યુવકને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો.
શહેર તાલુકાના ખટકપુર ગામના રહેવાસી મહેશ બારીયા પોતાના મિત્ર સાથે છોગાડા ગામે જઈ રહ્યા હતા. આ દરમિયાન, છોગાડા ખાટ ફળિયા નજીક તેમનું બાઇક અચાનક સ્લીપ થઈ ગયું. અકસ્માતમાં બાઇક સવાર મહેશ બારીયાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક તેમને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.