મોરબી: મોરબી-જેતપર હાઇવે પર બેકાબુ ડમ્પર ચાલકે રીક્ષા-રાહદારીઓને ઉલાળ્યા, એકનું મોત...
Morvi, Morbi | Oct 21, 2025 મોરબી -જેતપર હાઇવે ઉપર આવેલ પાવડીયારી મેઈન બજારમાં મંગળવારે બપોરના સમયે બેકાબુ બનેલા ડમ્પર ચાલકે બજારમાં ઉભેલી એક રીક્ષા અને અન્ય ચારથી પાંચ લોકોને હડફેટે લેતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે અન્ય એક વ્યક્તિને ગંભીર હાલતમાં મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. સાથે જ સામાન્ય ઇજા પામેલ ત્રણથી ચાર લોકોને જેતપર આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.