બાદરપુર નજીક પેસેન્જરની ચેન ચોરીને ભાગતા ચોરને ઝડપીને ચેન પરત અપાવનાર મુસ્લિમ રિક્ષા ડ્રાઈવરનો વીડિયો વાયરલ
Palanpur City, Banas Kantha | Oct 7, 2025
પાલનપુરથી બાદરપુર નજીક રિક્ષામાં બેઠેલા પેસેન્જરની સોનાની ચેન ચોરીને ભાગવાનો પ્રયાસ કરનાર ચોરને ઝડપીને તેના પાસેથી સોનાની ચેન પરત મેળવી પેસેન્જરને આપનાર ઈમાનદાર અને હિંમતવાન મુસ્લિમ રિક્ષા ડ્રાઈવરનો વીડિયો સોશિયલ મીડિયામાં આજે મંગળવારે રાત્રે 8:30 કલાક આસપાસ વાયરલ થયો છે.