કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાએ આજે આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મહાવીર ઝૂંપડપટ્ટીની મુલાકાત લીધી હતી. કમિશનરે મહાવીર ઝૂંપડપટ્ટીની મુલાકાત સમયે આ જગ્યા ઉપર જરૂરી માપણી કર્યા બાદ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ દબાણ દૂર કરવા માટે એસ્ટેટ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.