જાફરાબાદ: બાબરકોટ ગામે ગ્રામ પંચાયત દ્વારા બ્લોક પીવિંગ રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા બ્લોક પેવિંગ રોડના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.બાબરકોટ ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ ભગવાનભાઈ બાંભણિયા ની દુકાન પાસેથી ખોડુભાઈ વાઘેલા ના ઘર તરફ જતા રસ્તામાં બ્લોક પેવિગ રોડના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. સરપંચશ્રી દ્વારા જણાવ્યું હતું કે આ રસ્તો બાબરકોટ ગામના વિધાર્થીઓને શાળાએ જવા માટે ખૂબ ઉપયોગ થશે.