દસાડા: દસાડા તાલુકામાં કચ્છના નાના રણમાં કમોસમી પડેલ વરસાદને લીધે અગરિયાઓને મોટું નુકસાન નોંધાયું
સુરેન્દ્રનગર જિલ્લા ભરમાં હાલમાં પડેલ કમોસમી વરસાદે ખેડૂતો અને અગરિયા પરિવારો માથે વિનાશ વેર્યો છે ત્યારે દસાડા તાલુકાના કચ્છના નાના રણમાં અગરિયાઓને પણ વ્યાપક નુકશાન થવા પામ્યું છે જેમાં કમોસમી વરસાદના કારણે રણમાં પાણી ભરાતા અગરિયાઓ દ્વારા તૈયાર કરેલ મીઠાના પાટાઓ ધોવાઈ જવા સાથે સોલાર પેનલ અને બોરવેલ માં વ્યાપક મોટા પાયે નુકશાન નોંધાયું છે.