પેટલાદ: નેપાળના કાઠમમંડુમાં યોજાયેલ કરાટે ચેમ્પિયનશિપમાં પેટલાદની એકેડેમીના વિદ્યાર્થીએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મેળવ્યો
Petlad, Anand | Nov 1, 2025 ઇન્ટરનૅશનલ વાડો રયુ કરાટે ચેમ્પિયનશિપ 2025 ની સ્પર્ધા નેપાળમાં કાઠમંડુ ખાતે યોજાઈ હતી. જેમાં સહજાનંદ ઇન્ટરનૅશનલ સ્કૂલ અને ફલાઈન્ગ એકેડમીના વિદ્યાર્થી કર્ણ પટેલે ભારત તરફથી ભાગ લીધો હતો. જેમાં કાતામાં બ્રોન્ઝ અને કુમિતેમા સિલ્વર મેડલ પ્રાપ્ત કરી પોતાના ગામ તથા શાળાનું નામ રોશન કર્યું છે. કરાટે કોચ તક્ષ શુક્લા દ્વારા ઉત્તમ તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.