હજીરા થી ધુલિયા નેશનલ હાઈવે રોડ ઉપર એક હોન્ડા સાઇન મોટરસાયકલ નંબર GJ 26 E 8593ના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી મારૂતી સુઝુકી કંપનીનો છોટા હાથી ટેમ્પો નંબર GJ 04 AW 6029 નાને પાછળના ભાગે ટક્કર મારી માથાના ભાગે ઇજા થતાં જેને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઇ જતા સારવાર દરમિયાન મોત નિપજ્યાની ફરિયાદ રવિવારે મોડી સાંજે સવા સાત વાગ્યાના અરસામાં ટેમ્પો ચાલક પરસોત્તમભાઇ ઉકાભાઇ સુમેરાએ પલસાણા પોલીસ મથકે નોંધાવી