ગાંધીધામ "બી" ડિવિઝન પોલીસે પડાણા વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂ, મોબાઈલ અને કાર સહિત કુલ 10,87,224 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સ્થળ પરથી પાંચ આરોપીઓ સ્વરૂપસિંગ નારાયણશિંગ ચૌહાણ, પ્રવિણસિંગ છેલશિંગ ચૌહાણ, રોહિત સોનિયા તાંડીલકર, અજય ગ્યાનીલાલ મરાવી અને સુરજીતસિંગ બીશનસિંગ વરકડેની ધરપકડ કરી છે.દારૂ મોકલનાર રાજસ્થાનના પરબતસિંગ બાઘસિંગ રાઠોડ સહિત ચાર શખ્સોને પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે.