લીંબડી: લીંબડી ચુડા વિસ્તારમાં વનાળા- કંથારીયા- છલાળા- જોબાળા- નાગણેશ-રાણપુર રોડની રીસર્ફેસિંગની કામગીરી પૂરજોશમાં
લીંબડી માર્ગ મકાન વિભાગ પેટા કચેરી દ્વારા લીંબડી ચુડા વિસ્તારમાં વિવિધ રસ્તાઓના રિસરફેસિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં વનાળા- કંથારીયા- છલાળા- જોબાળા- નાગણેશ-રાણપુર રોડ પર મજબૂતીકરણ અને રીસર્ફેસિંગની કામગીરી પૂરજોશમાં હાલ ચાલી રહી છે આ કામગીરી પૂર્ણ થતાં વાહનચાલકોને બિસ્માર રસ્તાની સમસ્યામાંથી મુક્તિ મળશે તેવી આશા છે.