જામનગર શહેર: પૂર્વ રાજયમંત્રી હકુભા જાડેજાએ વૃધ્ધાશ્રમ ખાતે નવા વર્ષની અનોખી ઉજવણી કરી
ભારતની સંસ્કૃતિ ખુબ જુની છે અને તેમા માનવતા ભરપુર છે આ માનવતાના કારણે જ દેશના અનેક વિરલાઓ મુઠી ઉચેરૂ જીવન જીવી પ્રેરણા આપે છે. જામનગરમાં પણ આવી પરંપરા પૂર્વ રાજ્યમંત્રીના જીવનમા સુપેરે જોવા મળે છે, યુવાન વયના આ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વર્ષોથી દીવાળી અને નવા વર્ષની પરંપરા આગવી રીતે જાળવે છે અને આ સંવેદનાસભર અભિગમ સાથે વડીલો સાથે તહેવાર ઉજવે છે તેમજ એક સંદેશો આપ્યો છે કે સૌને અપનાવવા જેવો છે