કડી: કડી તાલુકાના રાખડીયા ગામ નજીક SMC ની ટીમે ચોરી કરતી ગેંગ નાં 10 આરોપીઓ ઝડપ્યા 5 વોન્ટેડ,77 લાખનો મુદામાલ કબજે કર્યો
Kadi, Mahesana | Nov 19, 2025 કડી તાલુકાના રાખડિયા ગામ નજીક આવેલ બાપા સીતારામ હોટલ પાસેથી SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા ચોરી કરતી એક મોટી ગેંગને ઝડપી પાડવામાં આવી છે.પોલીસે આંતરરાષ્ટ્રીય ચોરી કરતી આ ટોળકી પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.ઝડપાયેલ મુદ્દામાલ માં સ્થળ પરથી 28,680 કિલો અને ટ્રકમાંથી 45,340 કિલો લોખંડના સળિયા જપ્ત કરવામાં આવ્યા હતા.તેમજ 1160 લિટર ઓઇલ 4.45 લાખ રોકડા 10 મોબાઇલ ફોન અને પાંચ અલગ અલગ વાહનો પણ મળી આવ્યા હતા.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.