શહેરા: શહેરા તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવાઇ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ
શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઉભા પાકને તેમજ કાપણી કરેલા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે,કમોસમી વરસાદને લઈને ખેતરમાં રહેલો ડાંગરનો પાક પલળી જવા પામ્યો છે તો બીજી તરફ ભારે પવનને કારણે કાપણી વગર રહેલો ડાંગરનો પાક પણ નુકસાન પામ્યો છે,સાથેસાથે ઘાસચારાના પાકને પણ વરસાદને લઈને ભારે નુકસાન પહોંચ્યું છે.