જોડીયાના પીઠડ ગામના યુવાનનું જેસીબી મશીન નવ મહીના પહેલા ભાડે લઇ ગયા બાદ આઠ મહીનાનું ભાડુ નહી આપીને તેમજ જેસીબી મશીન પણ પરત નહી કરી છેતરપીંડી કર્યાની જામકંડોરણા તાલુકાના પીપરડી ગામના શખ્સ સામે ફરીયાદ કરવામાં આવતા ચકચાર વ્યાપી. જોડીયા તાલુકાના પીઠડ ગામમાં રહેતા ખેતીકામ કરતા હરજી મોમભાઈ બાંભવા (ઉ.વ.૪૫) નામના યુવાનનું જેસીબી નં. જીજે૧૦સીઇ-૧૩૫૦ જેની અંદાજે કિ. ૧૫ લાખ છે.