સિહોર: વાડીમાં પાણી વાળવા દરમિયાન કરંટ લાગતા લીંબડધારના યુવકનું મોત
શિહોરના લીમડધાર ખાતે પ્રદીપજી ચૌહાણ ઉંમર વર્ષ 31 રહેવાસી લીમડધાર આજ રોજ સવારમાં પોતાની વાડીએ આવેલ ઈલેક્ટ્રીક ટીસી પાસે પાણી વાળતા હોય તે દરમિયાન તેને ધોરીયામાં લોખંડના તાર સાથે ઇલેક્ટ્રોનિક લાગતા તેઓને તાત્કાલિક શિહોરની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ નું મોત નીપજેલ. ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં તેઓનું પીએમ કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા એડી દાખલ કરવામાં આવી