ઉમરાળા: રંઘોળા ગામે રહેતા પરપ્રાંતીય અસ્થિર મગજના યુવાનનું 20 વર્ષે પોતાના પરિવાર સાથે મિલન થયું
પાગલ ને પણ સહારો મળે તો તે પણ માણસ બની શકે .. જી હા આ કહેવત ને સાર્થક કરતું ઉદાહરણ ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે જોવા મળ્યું આજે તારીખ 30/10/2025 ના રોજ રંઘોળા હાઇવે પર આવેલ મારુતિ હોટેલમાં છેલ્લા 18 વર્ષથી રહેતા અસ્થિર મગજના યુવાનની સેવા અને દવા આ હોટેલના માલિક ચંદુભા ગોહિલ કરતા હતા , આજ રોજ યુવાન સ્વસ્થ થઈ જતાં તેઓના પરિવાર વિશે પૂછતા યુવાને સંપૂર્ણ માહિતી આપી હતી , ચંદુભા તેમજ ક્રિપાલસિંહ ગોહિલ દ્વારા પરિવારની શોધખોળ કરી.