અંકલેશ્વર: પોલીસે કાગદીવાદ દુધિયાપીર દરગાહ સામે મકાનમાંથી ગૌ માસના જથ્થા સાથે લબરમુછીયા સહિત ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કાગદીવાદ દુધિયાપીર દરગાહ સામે મકાનમાં આસિફ ઇકબાલ ઉર્ફે મિનનું રસીદ કાદર મલેક પોતાના મકાનમાં પ્રથમ રૂમમાં માણસો મારફતે ગૌ વંશનું કટિંગ કરાવી રહેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી 130 કિલો ગૌ માસ,3 છરા,બે ચપ્પુ,લોખંડના સળિયા,વજન કાંટો,કુહાડી તેમજ એક રીક્ષા,એક મોપેડ મળી કુલ 85 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.