મહુવા: કોળી સેના પ્રમુખ પર હુમલા બાદ મહુવામાં ભારે ચર્ચા, ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં કોળી સેના પ્રમુખ મુકેશ ઢાપા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, મુકેશ ઢાપા પોતાના દીકરાને માર મારવાના મામલે ઠપકો આપવા ગયા હતા, ત્યારે સંજય, ટક્કો તથા બે મહિલાઓ સહિત ચાર શખ્સોએ તેમના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે