ભરૂચ: ભોલાવ વિસ્તારમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં સેવા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો.
.
વડાપ્રધાનના 75માં જન્મ દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ દૂધધારા ડેરી પાસે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં સેવા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો.જેમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,નિરલ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરોએ સાફ સફાઈ કરી હતી અને બાળકો સાથે કેક કટિંગ કરી હતી.