જાફરાબાદ: ગુમ થયેલા મોબાઇલને જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેથી શોધી લેતી પોલીસ
‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના અરજદારશ્રીનો ગુમ થયેલો મોબાઇલ ટેક્નિકલ સોર્સના આધારે શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસે મોબાઇલનો મૂળ માલિક શોધી ઉપકરણ પરત આપ્યું હતું. પોલીસની આ કામગીરીથી અરજદારશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને પોલીસના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.