બોરસદ તાલુકાના નિસરાયા ગામની આંગણવાડીની મુલાકાત લઈ ભોજનની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી. પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું. વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી અભ્યાસની ગુણવત્તાની સમીક્ષા કરી તેમજ શિક્ષકોના માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના ઉત્સાહને બિરદાવતાં, ગુણવત્તાસભર શિક્ષણ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારશ્રીના પ્રયત્નોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો