ઉચ્છલ: નારણપુર ગામની સીમમાં ઉત્તર પ્રદેશ થી સુરત આવતી આંગડિયા ગાડીના બે ઈસમનું અપહરણ કરી ધાડ પાડવામાં આવી.
Uchchhal, Tapi | Sep 15, 2025 નારણપુર ગામની સીમમાં ઉત્તર પ્રદેશ થી સુરત આવતી આંગડિયા ગાડીના બે ઈસમનું અપહરણ કરી ધાડ પાડવામાં આવી.તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 1 કલાકે મળતી વિગત મુજબ સુરતની આર.કાંતિલાલ આંગડિયા પેઢીની સર્વેલન્સ કાર સુરત તરફ આવતી હતી,ત્યારે બંદૂક ની અણીએ ચાલક અને અન્ય સાથી નું અપહરણ કરી 50 હજાર ની લૂંટ ચલાવી 8 ફરાર થતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.જે ઈસમો ફોર્ચ્યુનર અને સ્વીફ ડિઝાયર કારમાં આવ્યા હતા.