તારાપુર: ફતેપુરા બ્રિજ નીચે મોબાઈલમાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો.
Tarapur, Anand | Sep 25, 2025 તારાપુર પોલીસે ફતેપુરા ચોકડી પાસેના બ્રિજ નીચે મોબાઈલમાં વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમાડતા શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે અજીત આશાભાઈ ગોહેલને ઝડપી પારડી તેની અંગજડતીમાંથી 7,920 તેમજ મોબાઇલ મળીને કુલ 12 ,920 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા તે whatsappના માધ્યમથી આંકડા રાજુભાઈ કનુભાઈને મોકલી આપતો હતો તેમ કબૂલ્યું હતું.પોલીસે બંને વિરુદ્ધ જુગાર ધારાની જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.