મોરબી: મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા 10મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો...
Morvi, Morbi | Sep 15, 2025 મોરબી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા તાજેતરમાં 10મા વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી કોલેજ સુધીના કુલ 325 તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે લોકો દ્વારા ઇનામ આપવામાં આવ્યું તેમને પણ સન્માનિત કરાયા હતા. આ સફળ કાર્યક્રમ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ, જ્ઞાતિ ટ્રસ્ટ, યુવા સંગઠન અને સમગ્ર શિક્ષણ સમિતિના સહયોગથી યોજવામાં આવ્યો હતો.