ગાંધીધામ: સેક્ટર-૩ વિસ્તારમાંથી પૂર્વ કચ્છ એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપ્યો
આજરોજ પૂર્વ-કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચએ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહીબીશનનો મોટો કેસ શોધી કાઢ્યો,પોલીસે બાતમીના આધારે સેક્ટર-૩,પ્લોટ નં-70માં પાછળના મકાનમાં રેઈડ દરમિયાન આરોપી બોદુરામ કિષ્નારામ પ્રજાપતિને ઝડપી સ્થળ પરથી દારૂ, મો.સા.અને મોબાઈલ સહિત કુલ ₹3,78,100/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ કાર્યવાહી દરમિયાન નવીનભાઈ નામનો એક આરોપી હાજર મળી આવ્યો ન હોવાનું પોલીસે જણાવ્યું છે.