દમણ પોલીસની મોટી સફળતા: વીમા પોલિસીના નામે લાખોની ઠગાઈ કરતી દિલ્હીની સાયબર ગેંગના બે આરોપીઓ ઝડપાયા
દમણના કચીગામ પોલીસ મથકે આંતરરાજ્ય સાયબર ફ્રોડ આચરતી એક કુખ્યાત ગેંગનો પર્દાફાશ કરી દિલ્હીથી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. કચીગામ વિસ્તારમાં રહેતી એક મહિલા અને તેમની પુત્રીને ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારી તરીકે ઓળખ આપીને, વીમા પોલિસી બંધ કરાવવાના બહાને 5,39,194 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે કચીગામ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હતી કે આરોપીઓ માર્ચથી મે 2026 દરમિયાન ફોન કરી વિશ્વાસ કેળવતા અને ઓનલાઈન પેમેન્ટ લિંક મોકલી નાણાં પડાવીને ફોન સ્વિચ ઓફ કરી દેતા હતા.
SHO અનિલકુમાર ટી.કે. ના નેતૃત્વ હેઠળની પોલીસ ટીમે ટેક્નિકલ એનાલિસિસના આધારે દિલ્હીના રમેશ નગર વિસ્તારમાંથી નઝર અબ્બાસ અને હિમાંશુ કુમાર પાંડે નામના બે આરોપીઓની ધરપક�
Vapi, Valsad | Jul 21, 2026