શહેરા: કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સરકાર સર્વે કરાવી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ,ખેડૂત કરણસિંહ સોલંકીએ પણ માંગ કરી.
પંચમહાલમાં પવન સાથે કમોસમી વરસાદ થવાથી ખેડૂતોના ઉભા પાકને તેમજ કાપણી કરેલા પાક અને ઘાસચારાને ભારે નુકસાન થવા પામ્યું છે. કમોસમી વરસાદે શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું છે જેથી નુકસાન અંગે સરકાર દ્વારા સર્વે કરાવીને ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.ખેડૂત કરણસિંહ સોલંકીએ પણ કરી માંગ