મહુવા: મહુવાના ભવાનીનગરમાં વરસાદી મુશ્કેલી, સ્થાનિકોમાં રોષ
ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ભવાનીનગર વિસ્તારમાં આજે પણ લોકોને ચાલવા માટે યોગ્ય રસ્તાની સુવિધા ઉપલબ્ધ નથી. થોડો પણ વરસાદ પડતાં સમગ્ર વિસ્તારમાં ગારો અને કીચડનું સામ્રાજ્ય છવાઈ જાય છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહનચાલકો માટે આવનજાવન અત્યંત મુશ્કેલ બની જાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભવાનીનગર વિસ્તારમાં રસ્તાના કામને મંજૂરી મળી ગઈ હોવા છતાં આજદિન સુધી કોઈપણ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી નથી. પરિણામે દર વર્ષે વરસાદી મોસમમાં લોકોને ભારે હ