પરેડમાં મહિલા અધિકારીઓએ તમામ ટુકડીઓનું નેતૃત્વ કરી નારી સશક્તિકરણની ઝાંખી કરાવી.એકતા પરેડની તમામ ટુકડીઓનું નેતૃત્વ મહિલાઓ પરેડ કમાન્ડરોએ કર્યુ.રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં સ્વદેશી શ્વાનોનું અદ્દભુત ગૌરવનું પ્રદર્શન.એકતા પરેડમાં જોધપુરથી બાવન ઊંટ સાથે આવેલી બીએસએફની બે ટુકડી એકતા પરેડમાં ભાગ લઈને આકર્ષણ જમાવ્યું.રાજ્યોની સિધ્ધિઓ દર્શાવતા એકત્વની થીમ સાથેના 10 ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું.ઓપરેશન સિંદુરના વીર જવાનો ખુલ્લી જીપ્સીમાં પસાર થયા.