ઉમરપાડા: દ.ગુજરાતમાં ટ્રીપલ સિઝનથી કેરી-ચીકુના પાકને અસર: સવારે ધુમ્મસ, બપોરે ગરમી, રાત્રે ઝાકળથી ખેડૂતો ચિંતિત
દકિ્ષણ ગુજરાતમાં વાતાવરણમાં વારંવાર બદલાવને કારણે કેરી અને ચીકુના પાકને ભારે નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે. સવારે ધુમ્મસ, બપોરે ગરમી અને રાતિ્ર દરમિયાન ઝાકળ પડવા જેવી 'ટ્રીપલ સિઝન'ની સિ્થતિએ ખેડૂતોની| ચિંતા વધારી છે.આંબા અને ચીકુવાડી ધરાવતા ખેડૂતોના મતે, આ બદલાયેલા વાતાવરણને કારણે ઝાડ પર થઈ રહેલું ફ્લાવરિંગ (કલાવરિંગ) ખરી પડવાની ભીતિ છે. પવનની ગેરહાજરીને કારણે આંબા પર મધિયો જેવા રોગોની જીવાત પણ પડી રહી છે, જે પાકને વધુ નુકસાન પહોંચાડી રહી છે