નડિયાદ: ધારાસભ્ય ની અધ્યક્ષતામાં સરદાર પટેલ જન્મ સ્થળથી ઇપ્કોવાળા હોલ સુધી સ્વચ્છતા રેલી યોજાઈ
સ્વતછોત્સવ 2025 અંતર્ગત નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય ની અધ્યક્ષતામાં નડિયાદ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓની સ્વચ્છતા રેલી સરદાર પટેલ જન્મ સ્થળથી ઇફકો વાળા હોલ સુધી યોજવામાં આવી હતી સરદાર પટેલ તેમજ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ આ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતુ. બાળકોને નાનપણથી જ સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે આ રેલીનું આયોજન કરાયું હતું.