વિસનગર તાલુકાના હસનપુર ગામમાં પાડોશીના ઘરકંકાસમાં વચ્ચે પડીને સમજાવટ કરવી એક યુવકને મોંઘી પડી છે. આરોપી મિતેષજી ઠાકોરે પોતાના ઘરના ઝઘડામાં દખલગીરી કરવાની અદાવત રાખી ફરિયાદી મહેશજી ઠાકોર પર હસનપુર બસ સ્ટેન્ડ પાસે છરી અને ઇંટ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ ઘટના અંગે વિસનગર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.